Posts

Showing posts from October, 2020

ગાંધી કદી મરે નહિ

Image
ભારતના બે મહાપુરુષો એવા છે જેને સારી દુનિયા ઓળખે છે. અભ્યાસુઓ ઓળખે તે વાત જુદી છે પણ દુનિયાભરમાં સામાન્ય અભણ પ્રજા પણ ઓળખતી હોય એવા મૂળ ભારતના બે મહાપુરુષોમાં એક તો ગૌતમ બુદ્ધ અને બીજા છે ગાંધીજી. ગૌતમ બુદ્ધ માટે વિડમ્બના એ છે કે વિદેશોમાં ઘણા લોકો એમને ચાઇનીઝ સમજે છે, મને એનો જાત અનુભવ છે જ્યારે ગાંધીજી સાથે એ પ્રશ્ન ઊભો થતો નથી. વિદેશોમાં આપણા કોઈ આવા એવરેસ્ટ કદના નેતાની પ્રતીમાઓ હોય તો તે ગાંધીજી છે. લગભગ ગાંધીજીની દસેક પ્રતીમાઓ વિદેશોમાં સ્થિત છે. ૧) લેક શ્રીન કેલિફોર્નિયામાં ગાંધી વર્લ્ડપીસ મેમોરીયલ છે ત્યાં એમની પ્રતિમા છે. ૨) ટેવીસ્ટોક સ્ક્વેર લંડનમાં એમની એક પ્રતિમા છે જેનું અનાવરણ ૧૯૬૮મા હેરોલ્ડ વિલ્સન નામના બ્રિટીશ વડાપ્રધાને કરેલું. ૩) કોપનહેગન ડેન્માર્કમાં એક પ્રતિમા છે જે ૧૯૮૪મા ઇન્દિરાજીએ ભેટ આપેલી. ૪) ચર્ચ સ્ટ્રીટ, પીટ્સમારીટ્ઝબર્ગ સાઉથ આફ્રિકામાં ગાંધીજીની એક પ્રતિમા છે જેનું અનાવરણ આર્કબીશપ ડેસમોન્ડે કરેલું. ૫) પ્લાઝા સિસિલિયા બુએનોસએરીસ, આર્જેન્ટીનામાં પણ એક પ્રતિમા છે. ૬) ગ્લેબે પાર્ક કેનબરા ઓસ્ટ્રેલીયામાં એમની એક પ્રતિમા બ્રોન્ઝની છે. ત્યાં લખેલું છે નો ...