બોલિવૂડના 5 આ કપલે કરોડો રૂપિયા બચાવીને મંદિરમાં કરી લીધા લગ્ન, નંબર 3 તો છે બધાની ફેવરિટ જોડી



ઘણીવાર બોલીવુડના હસ્તીઓ તેમના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રણવીર-દીપિકા, પ્રિયંકા-નિક જોનાસ અને

વિરાટ-અનુષ્કાના લગ્ન આવા કેટલાક દાખલા છે પરંતુ બોલિવૂડમાં કેટલાક એવા કલાકારો પણ છે જેમણે મંદિરમાં સરળ રીતે સાત ફેરા ફરીને લગ્ન કરી લીધા હતા. આજે આ લેખમાં અમે તમને આવા જ સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શમ્મી કપૂર-ગીતા બાલી

shammi

બોલિવૂડ સુપરસ્ટાર શમ્મી કપૂરે પહેલા અભિનેત્રી ગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 1955 માં ગીતા અને શમ્મી ફિલ્મ ‘રંગીન રાતે’ નું શૂટિંગ કરતી વખતે એકબીજાની નજીક આવી ગયા હતા. ફિલ્મના રિલીઝના 4 મહિના પછી બંનેએ મુંબઈના બાણગંગા મંદિરમાં સાત ફેરા લીધાં હતાં.

વત્સલ શેઠ-ઇશિતા દત્તા

ishita

વત્સલ શેઠે અભિનેત્રી અને ઇશિતા દત્તા સાથે 28 નવેમ્બર 2017 ના રોજ મુંબઈના ઇસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા. ઇશિતા અને વત્સલે ટીવી સીરિયલ ‘રિશ્તા કા સૌદાગર-બાઝીગર’ માં સાથે કામ કર્યું છે. તે જ સમયે તે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.

સંજય દત્ત-રિયા પિલ્લઇ

sanjay

સંજય દત્તે તેની બીજી પત્ની રિયા પિલ્લઈ સાથે મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા હતા. એક અહેવાલ મુજબ સંજય અને રિયાની મુલાકાત સંજય દત્તના વકીલ મહેશ જેઠમલાણીની ઓફિસમાં પહેલી વાર થઇ હતી, જ્યાં બંનેને પહેલી વાર પ્રેમ થયો હતો. બંનેના લગ્ન મુંબઇના 1998 માં મહાલક્ષ્મી મંદિરમાં થયા હતા. જોકે, સંજય અને રિયાના વર્ષ 2005 માં છૂટાછેડા થયા હતા.

શ્રીદેવી-બોની કપૂર

sridevi

શ્રીદેવી અને બોની કપૂરે પણ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા. શ્રીદેવી સાથેના લગ્ન સમયે બોની પહેલાથી જ લગ્ન કરી ચૂક્યો હતો અને તે બે બાળકોનો પિતા હતો અને તેથી જ બોનીએ 2 જૂન, 1996 ના રોજ શ્રીદેવી સાથે મંદિરમાં લગ્ન કર્યા.

દિવ્યા ખોસલા કુમાર-ભૂષણ કુમાર

divya

અભિનેત્રી દિવ્યા ખોસલાએ 21 વર્ષની વયે ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવ્યા અને ભૂષણના લગ્ન વર્ષ 2005 માં જમ્મુના વૈષ્ણો દેવીના મંદિરમાં થયા હતા.

Comments

Popular posts from this blog

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

રણબીર-આલિયા નાં લગ્નમાં કિન્નરોએ અધધધધ રૂપિયાની કરી માંગણી, કપુર પરિવાર માંગણી સ્વીકારીને આપી આંખો ફાટી જાય મોટી એટલી રકમ