વડોદરાઃ લોકડાઉનમાં નવરા 50 વર્ષના પૂજારી 25 વર્ષની પત્નિ સાથે સતત સેક્સ માણ્યા કરતા ને......
અભયમે બંનેનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવ્યું છે અને બીજી આર્થિક પ્રવૃત્તિ શરૂ કરીને શાંતિથી રહેવા સમજાવ્યા છે.

વડોદરાઃ વડોદરામાં લોકડાઉનમાં મંદિરો બંધ થવાથી નવરા થઈ ગયેલા આધેડ વયના પૂજારી પોતાનાથી 25 વર્ષ નાની પત્નિની જાતિય અને માનસિક સતામણી કરતા હોવાની ફરિયાદ પત્નીએ કરી છે. પતિ સતત શારીરિક સંબંધો બાંધવા દબાણ કરતા હોવાથી કંટાળી ગયેલી યુવાન પત્નીએ આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસની સલાહના આધારે તેમણે અભયમની મદદ લીધી હતી. અભયમે બંનેનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવ્યું છે અને બીજી આર્થિક પ્રવૃત્તિ શરૂ કરીને શાંતિથી રહેવા સમજાવ્યા છે.
વડોદરા જિલ્લાના પૂર્વ વિસ્તારના એક ગામમાં મંદિરની પૂજાવિધિ અને કર્મકાંડ કરતા 50 વર્ષીય વયના પૂજારીએ થોડા સમય પહેલાં તેમનાથી અડધી ઉંમરની એટલે કે 25 વર્ષની યુવતી સાથે બીજાં લગ્ન કર્યા હતાં. બંનેનું દાંપત્યજીવન સુખમય હતું પરંતુ લોકડાઉન લદાતાં પૂજારી ઘરે જ રહેલા લાગ્યા. તે પત્નિને સતત શારીરિક સુખ માણવા કહ્યા કરતા. પતિ સંતાન પ્રાપ્તિ માટે આગ્રહ રાખી આખો દિવસ જાતિય સુખનો આગ્રહ રાખતા હતા તેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. લોકડાઉનના કારણે મંદિર અને કર્મકાંડ બંધ થતાં પૂજારીની આવક પર પણ અસર થઇ હતી. પૂજારી ઘરખર્ચ માટે નાણાં પણ આપતા નહોતા. તેના કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી પડતી ગઇ હતી તેથી પણ ઝગડા વધ્યા.
પત્નિએ કરેલી ફરિયાદ પ્રમાણે, પૂજારી સંતાન પ્રાપ્તિ માટે આગ્રહ રાખી આખો દિવસ જાતિય સતામણી કરતો હતો. પત્નિ શરીર સુખની ના પાડે તો પત્નિ પર શારિરીક અને માનસિક ત્રાસ પણ ગુજારતો હતો. પરિણીતાએ કહ્યું હતું કે, તેને સંતાન પ્રાપ્તિ થાય તેવી શક્યતા ઓછી છે અને આ વાત લગ્ન પહેલાં જ કહી દીધી હતી પરંતુ પતિ માનવા તૈયાર નહોતો.
પૂજારીની હરકતો અસહ્ય બની જતાં છેવટે મામલો પોલીસ પાસે ને છેવટે અભ્યમ પાસે પહોંચ્યો હતો. અભયમની ટીમે બંને પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને મંદિરની આવક બંધ થતાં બીજી આર્થિક પ્રવૃતિ કરી સુખમય જીવન જીવવા માટે સમજાવતાં બંને વચ્ચે સમાધાન થયું છે.
Comments
Post a Comment