ગરબા કલાસીસનું અવનવું “એલા એય નિશુડા, આ કુર્તા બુરતાં ક્યારે લેવા જવું છે?” નવરાત્રી આવવાને બે મહિનાની વાર છે અને આ અભલાને હખ નથી ક્યાંય. અભિનું ખાતું નવરાત્રીના બે-ત્રણ મહિના પેલા આવું જ થઇ જાય. તહેવાર ભલે ‘નવ’ રાત્રિનો હોય, ભાઈલાને એ નવ રાત્રીને બદલે નેવું રાત્રી પણ ઓછી પડે. જો કે નવરાત્રી તો મને પણ બહુ પ્રિય છે. નવરાત્રી આવે અને શહેરના વાતાવરણમાં કેવો સરસ મજાનો પલટો આવી જતો જણાય! શહેરના વિવિધ સ્થળોએ ચણિયાચોળી અને કેડિયું વેચવાવાળાંની ધમધોકાર ઉજાણી, દાંડિયા-રાસ માટેના દાંડિયા વેચવાવાળાં, ગરબાના કલાસવાળાં, આ બધા તો જાણે આખા વર્ષની કમાણી આ નવરાત્રીના તહેવારમાં જ કરી લેતા હોય એવું લાગે હો! એમાંય અમારું નવસારી તો ખાસ્સું એવું નાનું. નવસારી શહેર, એક છેડેથી બીજે છેડે પણ જવું હોય તો, વધેલા પેટ્રોલનાં ભાવની ચિંતા કાર્ય વિના તમે આંટા ઠોકી શકો એવું નાનું છે. નાનું શહેર છે પરંતુ ખુબ જ મીઠ્ઠું છે મારું નવસારી. હવે આ અભલા જોડે આવી જ રીતે આંટા ઠોકવાનું થયું એના કુર્તા માટે એટલે ના પાડવાની આવે જ નઈ ને. આંટા ઠોકવાના કંઈ કેટલાયે ફાયદાઓ છે. રખડવા મળે, ગલ્લે ચા પીવાનો લ્હાવો મળે, મીઠી મીઠી છ...
Comments
Post a Comment