આખી મહારાષ્ટ્ર સરકારને લલકારનારી કંગના રનૌતની શાનદાર એન્ટ્રી પર કરોડો લોકો ફિદા...
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યા બાદ કંગના અને મહારાષ્ટ્ર સરકાર સામસામે આવી ગયા છે. મહારાષ્ટ્ર સરકારના નેતાઓ તરફથી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કંગના રનૌતને ધમકીઓ આપવામાં આવતી હતી. જોકે સામે કંગના પણ આ ધમકીઓને હવામાં ઉડાવી સહેજ પણ ડર્યા વગર મુંબઈ આવી હતી. મુંબઈ આવવા કંગના બુધવારે સવારે અંદાજીત 7 વાગ્યે હિમાચલ પ્રદેશના મંડીથી ચંદીગઢ માટે નીકળી હતી. ચંદીગઢથી કંગના ફ્લાઈટ દ્વારા મુંબઈ પહોંચી હતી. ધમકીનોને ધ્યાનમાં રાખી કંગનાને કેન્દ્ર સરકારે Y સુરક્ષા આપી છે. કંગનાએ પોતાને મુંબઈ જવાથી જીવનું જોખમ હોવાનો ડર વ્યક્ત કર્યા બાદ આ સુરક્ષા આપવામાં આવી હતી. અભિનેત્રીને હુમલાની ધમકીઓ મળી રહી હતી. કંગનાની સુરક્ષા હવે CRPFના જવાનો કરશે. કંગના બોલીબૂડની પહેલી એવી હસ્તી બની છે જેને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
CRPFની સુરક્ષા મળ્યા બાદ બોલિવૂડની વાઘણ ગણાતી કંગના પહેલી જ વાર ચંડીગઢ એરપોર્ટ પર નજરે પડી હતી. CRPFના ઘેરા વચ્ચે કંગના ખરેખર કોઈ જાજરમાન હસ્તી લાગી રહી હતી. કંગનાની આ એન્ટ્રી પર લોકો રીતસરના ફિદા થઈ ગયા છે. એક મહિલા તરીકે એકલી જ આખી મહારાષ્ટ્ર સરકાર સાથે બાથ ભિડનારી કંગનાનો આ વીડિયો જાણે રીતસરનો ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને લલકારી રહી હોય તેવો હતો.
Comments
Post a Comment