અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયા દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ રૂ. ૫૧ લાખની ગ્રાન્ટ ફાળવણી
હાલ સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે અમરેલી વિસ્તારના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ અમરેલીની આરોગ્ય વિભાગની વ્યવસ્થાને ધ્યાને લઇ વિવિધ જરૂરી સાધનો વિકસાવવા તેમજ અન્ય સેવાઓને વધુ સારી બનાવવા રૂ. ૫૧ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.અમરેલીની સિવિલ હોસ્પિટલમાં મલ્ટીપરા મોનિટર વિથ ઈ.ટી.સી.ઓ.ટી. ખરીદવા, કોવીડ-૧૯ અંતર્ગત ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર, ઇન્ફ્રારેડ થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટર, ક્રેશ કાર્ટ તેમજ હયૂમીડીફાયર જેવી સુવધાઓને વધુ સુઘડ બનાવવા સાંસદશ્રીએ ગ્રાન્ટ ની ફાળવણી કરી છે. આ ગ્રાન્ટની મદદથી અમરેલી જિલ્લાની આરોગ્યની સુવિધામાં મોટો ફેરફાર થવા પામશે. જરૂરી સાધનોની ખરીદી થવાથી અમરેલી જિલ્લાની આરોગ્યની સુવિધા વધુ સુઘડ બનશે.
Comments
Post a Comment