શોધું હું કમળ…
શોધું હું કમળ, ને મળે છે કાદવ,
હર એક ક્ષણ કેમ વધે બસ આગળ?
કલમ છે જૂની, છે અનુભવનો સાગર,
મારાં અક્ષરનાં વાદળ, રહે કેમ છે પાછળ?
ગતિ જો પકડે મારાં શબ્દોનાં વાદળ,
જોઉં છું સામે, તો ઘટે છે કાગળ.
શોધું હું કમળ, ને મળે છે કાદવ,
હર એક ક્ષણ કેમ વધે બસ આગળ?
કવિતા લખું હું, એ આજેય શરમાય છે,
પ્રેમનાં મહેરામણ માં રહેજે તું પાછળ.
ભમરાંનાં વર્તન મને આજેય પોષાય છે,
પણ શોધું છું કમળ, ને મળે છે કાદવ.
ગુલાબભર્યા બાગે મને કાંટાય પોષાય છે
ભમરાંની તરસ, તમે જાણી છે આગળ?
શોધું હું કમળ, મને મળ્યો આ કાદવ
ઉઠ્યો જે ક્ષણ, ગયું સપનાનું વાદળ!
Comments
Post a Comment