નાનકડી હતી બારી..
નાનકડી હતી બારી
છટકવું પડ્યું ભારી,
વિચાર તો હતો કે ચોઘડિયું જોઈ લઉ
પણ ઘરે પાછા ફરે, એ સૌમાં હું ના હોઉં
કારણ હતું એ જ, કે આજે તો આને કહું જ
ગમે તેટલા ભડકો, પણ ગમો છો મને બહુ જ
આશા તો હતી હે પ્રભુ ..મને જોશે તો ખરી ને આ નારી !
પરંતુ …
પ્યારી એ સન્નારી, નીકળી માથાભારી !
ક્ષણભરનો થયો વિલંબ તે દેખાયો એનો પ્રેમી
બે ઘડી તો લાગ્યું, થતો હું નથી ને વહેમી ?
બેબાકળા થવું મંજૂર નહીં, પાછા ફરવું અઘરું છે
હૃદય આજે ગંભીર છે, ત્યાં કાચાં પડવું અઘરું છે.
બારીમાંથી જોયા કર્યું, કાલ્પનિક હતી એ બારી
બારી પરથી પાછો ફર્યો ,ને ઉઘડી નવી બારી.
ભલે ને…
નાનકડી હતી બારી
પણ છટકવું પડ્યું ભારી…
Comments
Post a Comment