કહું છું કે
મારી મીઠી ગુજરાતીનાં અઢળક સાહિત્યના ભંડારની વચ્ચે મારી આ નાનકડી એવી રચનાઓ રજુ કરતાં થોડો અચકાટ લાગતો જણાય છે. નિયમિતપણે લખાતી રચનાઓ અને વાર્તાઓ આ કાતિલ કળયુગના વાવાજોડામાં વિલીન થઇ જતાં જણાય છે.
મહત્વાકાંક્ષી માણસનું બિરુદ પામવા ખાતર ઔદ્યોગિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા પાછળ જંપલાવ્યા બાદ; આ મારી નાનકડી એવી મીઠી રચનાઓ માટેનો સમય જાણે પાણીની જેમ હાથમાંથી સરી રહેલો જણાય છે.
એમાંય પાછું આજકાલ સંગીત માટેનું કંઈક નવું જ છે.ખુદનું ગિટાર લાવી દીધા પછી એમાંય અવનવા અખતરાં ચાલું હોય છે. એને શીખવામાં ભલે મહિનાઓ લાગી જાય, પરંતુ પોતાની જાતે રચેલી કવિતાઓ કે ગુજરાતી ગીતોને ખુદનું જ સંગીત આપવાનો વિચાર મનમાંથી પસાર થતાં એક અલગ જ પ્રકારની અનુભૂતિ થતી જણાય છે. નીચે લખેલી રચના એવી જ એક છે કે જેને લખ્યાં પછી એના ઉપર સંગીત રેડવાનો અખતરો ચાલું છે. એ ૧૦૧ અખતરાં કર્યા બાદનું સંગીત સાથેનું તાલમેલ જયારે મેળે આવશે ત્યારે જોવાશે. હાલ પૂરતી આ થોડી એવી પંક્તિઓ અહીં રહી :
કહું છું કે
કહું છું કે તું આવી જા,
રે જોવું છું હું તારી રાહ.
છે સહિયારો મિલનનો પળ,
ના આ પળને ગુમાવી જા …(૨)
એ સંવાદો એ ફરિયાદો,
કરું કોને તું માની જા.
એ મૃગજળની આંખો તારી,
હોઠે ચુંબન તું આપી જા.
કહું છું કે તું આવી જા …(૧)
તું સામે છે આ યાદોમાં,
નથી સમીપ મારી બાહોંમાં.
ફરક તારી આ વાતોમાં,
સુવાં ના દે છે રાતોમાં.
કહું છું કે તું આવી જા …(૧)
Comments
Post a Comment