રણબીર-આલિયા નાં લગ્નમાં કિન્નરોએ અધધધધ રૂપિયાની કરી માંગણી, કપુર પરિવાર માંગણી સ્વીકારીને આપી આંખો ફાટી જાય મોટી એટલી રકમ

 

૧૪ એપ્રિલનાં રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા બાદ અભિનેતા રણબીર કપુર અને અભિનેત્રી આલિયા ભટ્ટ સતત ચર્ચામાં છવાયેલા છે. બંને કલાકારોનાં લગ્ન રણબીરના ઘર વાસ્તુ પર મિત્રો તથા નજીકના સંબંધીઓ ની વચ્ચે પંજાબી રીતિ રિવાજથી સંપન્ન થયા હતા. રણબીર અને આલિયા ના લગ્ન આ પહેલા ૨૦૨૦માં થવાના હતા, પરંતુ કોરોના મહામારી ને કારણે આ કપલના લગ્ન થઈ શક્યા ન હતા. જોકે કપલે હવે જ્યારે કોરોના ની સ્થિતિ નિયંત્રણમાં આવી ગઇ હોવા છતાં પણ લગ્નમાં ફક્ત ૫૦ થી વધારે મહેમાનોને આમંત્રીત કર્યા ન હતા.

રણબીર અને આલિયા ના લગ્નમાં ભટ્ટને કપુર પરિવાર સિવાય કપલના મિત્ર નજીકના સંબંધીઓ તથા અમુક બોલીવુડ સિતારાઓએ શામેલ થયા હતા. વળી શનિવાર રાત્રે રણબીર અને આલિયાનું વેડિંગ રિસેપ્શનમાં પણ ઘર ઉપર જ રાખવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં આમિર ખાન અને શાહરુખ ખાન પણ પહોંચ્યા હતા.

રણબીર અને આલિયા ના લગ્ન અને વેડિંગ રિસેપ્શનમાં વધારે મહેમાનોને બોલાવવામાં આવ્યા ન હતા. જણાવી દઈએ કે વિવાહના બંધનમાં બંધાઈ ગયા બાદ રણબીર અને આલિયા મીડિયા ને મળ્યા હતા. વળી મીડિયામાં કપુર પરિવારે લગ્ન બાદ મીઠાઈ પણ વહેંચી હતી. વળી હવે કપુર પરિવાર તરફથી કિન્નરોને શુકન પણ આપવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે મશહુર સેલિબ્રિટી ફોટોગ્રાફર વાયરલ ભિયાની દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે. તેમાં જોઈ શકાય છે કે રણવીર અને આલિયાની ઘરની બહાર અમુક કિન્નર નજર આવી રહ્યા છે. આ દરમિયાન એક કિન્નર તો ડાન્સ પણ કરવા લાગે છે.

કિન્નર રણબીર અને આલિયાને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. ઘણા બધા કિન્નર રણવીર અને આલિયા નાં ઘરના મુખ્ય દરવાજા પર નજર આવી રહ્યા છે. કિન્નરોને કપુર પરિવાર તરફથી શુકનના રૂપમાં અઢળક પૈસા આપવામાં આવ્યા હતા. જોકે કિન્નરોએ તે પૈસા લીધા નહીં અને ત્યારબાદ તેમણે ત્રણ ગણું શુકન માગ્યું હતું.

કપુર પરિવાર કિન્નરોની માંગણીઓને પુરી કરી અને ત્યારબાદ કપુર પરિવારે કિન્નરોને શુકનના રૂપમાં પણ ઘણી મોટી રકમ આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પહેલા કપુર પરિવારે કિન્નરોને ૩૦ હજાર રૂપિયા આપ્યા હતા. જોકે બાદમાં કિન્નરો ની માંગણી બાદ કપુર પરિવારે ૯૦ હજાર રૂપિયા આપ્યા હતા.

૨૩ એપ્રિલના રોજ હતી સગાઈ


રણબીર કપુર અને આલિયા ભટ્ટ નાં લગ્નનાં એક દિવસ પહેલાં એટલે કે ૨૩ એપ્રિલનાં રોજ સગાઈ કરવામાં આવી હતી. આ દિવસે કપલ ની પીઠી ચોળવાની વિધિ, મહેંદી અને સંગીત સેરેમની પણ હતી.

Comments

Popular posts from this blog

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

*પ્રાથમિક શિક્ષણનું માધ્યમ : ગુજરાતી કે અંગ્રેજી ?*. *જય વસાવડા* #JV