જો આપ આપના ધર્મ નો ગર્વ હોય તો પોસ્ટ જરૂર વાંચજો અને શેર કરજો.
ગયા ગુરુવાર ના રોજ સવારે ૧૦ વાગે મારા FB મિત્ર નો એક મેસેજ આવ્યો કે ડિંડોલી વિસ્તાર માં ગણપતી બાપ્પા ની અમુક આડેધડ વિસર્જિત કરાયેલી મુર્તીઓ ખેતર તેમજ રોડ ની આજબાજુ ના પાણી ભરેલા ખાડાઓમાં અને નહેર માં પધવરામાં આવી છે, જે ખુબજ ભયાવહ અને શરમ જનક હાલત માં ત્યાં ક્ષત-વિક્ષત પડી છે.
મેં તરત કહ્યું કે થોડો સમય આપો કઈ રસ્તો કાઢી ને એનું સન્માનપૂર્વક વિધિવત વિસર્જન થાય એની વ્યવસ્થા કરું, મને હતું કે આપણે ત્યાં તો લોકો હિન્દૂ ધર્મ માટે કઈ પણ કરી છુટવા તૈયાર છે એટલે આવું ધર્મ નું કામ તો તરત ચપટી વગાડતા થઇ જશે. પછી મેં ચાલુ કર્યું લાગતા વળગતા લોકો ને ફોન કરવાનું જેને અંતર્ગત મૈં
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના મોટા મોટા સાહેબો,
શહેર ના મોટા મોટા કહેવાતા બધાં રાજકીય પક્ષો (જેમાં શાશકિય તેમજ વિપક્ષ ના નેતા),
પોતાની જાતે જ પોતાને મોટા મહાન ગણાવતાં હિન્દૂવાદી સંસ્થાનો ના લોકો,
કહેવાતી મોટી મોટી મહાન સમીતી ના (નિમ્ન કક્ષાના) લોકો, એમ ઉપર થી નીચે સીધું જ્યાં જે સમજ પડી એ બધાને ત્યાં ફોન કર્યા.
એક દિવસ ગયો અને મળ્યો વાયદો.
બીજા દિવસે તો અમુક કહેવાતા લોકપ્રતિનિધિઓએ ફોન પણ ના ઉચક્યો,
પછી એજ મથામણ ચાલુ હતી, એમાં એક મોટા સાહેબ પણ પાછા એજ દિવસે સ્થળતપાસ કરવા આવ્યા અને પાછો જલ્દી કંઈપણ કરવાનો એક વાયદો આપ્યો, પણ અફસોસ....
ત્રીજા દિવસ મારી હિમ્મત તૂટી એટલે મેં કહ્યુ કે મને કોઈપણ જગ્યા આપો જ્યાં હું વિસર્જન કરી શકું, કેમ કે તાપી કે ડુમસ પર વિસર્જન નો પ્રતિબંધ હોય હું કોઈ કાયદાકીય આંટીઘૂંટી માં ફસાવા માંગતો ના હતો, મુર્તી ને ત્યાં થી કાઢી સફાઈ કરી ને હું વિસર્જન કરીશ પણ તો પણ કોઈ જાતની પરમિશન કે માત્ર જગ્યા આપવા માટે પણ કોઈપણ હિન્દૂ નેતા(ખોખલા અને બોલબચ્ચન) તૈય્યાર ના હતું,
છેલ્લે પછી શનિવારે રાતે મારા એક મિત્ર દ્વારા શહેર ની બહાર આવેલા એક ગામ ના તળાવ ની પરમિશન મળી એ પણ એ મોટા કહેવાતા હરામખોરો દ્વારા નહીં પણ એક અંગત મિત્ર દ્વારા.
મારો એક જ સવાલ છે કે જો આટલી નાની બાબત જે એક દિવસ માં પુરી થઇ જાય એમાં શા માટે કોઈ રસ ના લીધો ? શુ એવું હતું કે આમાં ફોટોગ્રાફની વેલ્યુ નહિ જણાય હોય તેમને અથવા કાઈ મહત્વનું કામ ન લાગ્યું હોય કે જે એમની પ્રતિષ્ઠા અનુરૂપ ના હોય??
મને જ્યાં સુધી સમાજ પડી જો આ કહેવાતા રાજકીય આગેવાનો કે મોટા મોટા મહાન હિન્દુવાદી સંગઠનો આટલું ના કરી શકે તો એ લોકો કઈ રીતે પોતાને હિંદુવાદી ગણાવે છે અને એવું તે બીજું ક્યુ કાર્ય છે જે હિન્દૂ સમાજ માટે કરશે ?(હા, એમ લાગે છે કે ભગવાનની મૂર્તિની આવી દુર્દશા જોયા પછી પણ જો કંઈ ન કરવાના હોય તો એક દિવસ હિન્દૂ ધર્મ ને જરૂર આ બધા ભેગા થઈ ને ડુબાડશે, એ નક્કી છે) જ્યાં પાયા નું કામ હોય ત્યાં તો આ લોકો કીધા પછી પણ દેખાતા છે નહીં.
આ વાત ની મારા અંગત મિત્રો અને whatsapp ના ગ્રુપ માં ઘણા બધા ને ખબર હતી, પણ હરામ છે કે કોઈ આ અબોલ કામ માટે મદદમાં આવે?
મને જીલાની બ્રિજ લખવા બદલ ટોકનારા મહાન હિન્દૂ રક્ષકો જયારે ધર્મ માટે મદદ ની વાત આવી તો ગાયબ હતા, મોંઢા જાણે સિવાય ગયા હતા, ક્યાં ગયો તમારો ધર્મ પ્રેમ? સુરસુરીયું થાય ગયું? બસ....
અને હા હું પોતે કોઈ દિવસ મુર્તી પૂજા માનતો નથી પણ જે કોઈ ભગવાનને માને છે, એમની આસ્થા અને શ્રદ્ધા નો સવાલ હતો એટલે મેં કાર્ય હાથ માં લીધું હતું કારણકે કે હું ભલે ના માનુ પણ , કોઈસાચો ધર્મપ્રેમી મારા પર ભરશો કરી ને મદદ માંગે અને હું જો એ ના કરું તો મારો માનવતા ધર્મ લાજે એ મને તો કમ સે કમ કોઈ દિવસ ગમશે નહીં.
અને હા જે ભક્તો દેખાડો કરવા માટે પોતાને ઘરે મુર્તી બેસાડે અને પછી આ રીતે વિસર્જન કરે એમને ખાસ કહેવાનું કે તમારી ઔકાત ના હોય તો ખોટા દેખાડા ના કરશો, તમને કોઈ ભગવાન કે માણસ ગણપતી ઘરે બેસાડવા માટે કહેતું નથી તો ખોટા દેખાડા કરી ને બીજા ની લાગણી દુભાય એવી હરામખોરી કરશો નહીં કારણ આવતા વર્ષે જો મારા હાથ માં ચડશો તો બાપ્પા નું વિસર્જન કદાચ કરું કે નઈ તમારું ચોક્કસ સરખી રીતે વિસર્જન કરીશ.
રાવણ વાણી :
ચિત્ર પ્રદાન :- SERVING SMILE
Comments
Post a Comment