સરભરા તો સરદાર સાહેબ જેવી કોઈ ના કરી શકે.


સરદાર બારડોલી આશ્રમમાં હતા તે સમયની વાત છે. ગાંધીજી આવવાના છે એવા સમાચાર મળ્યા. ગાંધીજી આવે એટલે થોડું લાબું રોકાણ કરે અને એના કારણે ગાંધીજીને મળવા માટે કૉંગ્રેસના કાર્યકરો દેશભરમાંથી આવે આવનારા આ તમામ મહેમાનોની આગતા સ્વાગતા થાય એની સરદાર પુરી તકેદારી રાખે.
‌     જેમને આ માટેની વ્યવસ્થા સોંપવામાં આવી હોય એની સાથે અલગથી બેઠક કરે અને આ બધાની વ્યવસ્થા જાળવવામાં કેટલો ખર્ચો થશે એનો અંદાજ રજૂ કરવા કહે. વ્યવસ્થાપકો ગણતરીઓ  માંડીને અંદાજ કાઢે અને પછી સરદારને કહે, " લગભગ ૭-૮ હજાર રૂપિયાની જરૂર પડશે." આ ૭ - ૮ હજાર રૂપિયાની માંગણીની સામે સરદાર સાહેબ ૧૪૦૦૦નો ચેક આપે. માંગણી કરતા વધારે રકમ મળે એટલે વ્યવસ્થા સંભાળનાર રાજી થાય સરદાર એમને કડક સૂચના આપતા કહે, " જો, જો આપેલી રકમમાંથી એક રૂપિયો વધવો ના જોઈએ. લોભિયા ન થતા અને છુટથી ખર્ચ કરજો."
‌    સરદાર કરકસર જરૂર કરતાં પણ કંજુસાઈ નહીં. બધાની સરભરા માટે અંગત કાળજી પણ ખૂબ રાખે. સરોજીની નાયડુને ઘીમાં તળેલા મરચા બહુ ભાવે, જવાહરલાલ અને ખાન અબ્દુલ ગફાર ખાનને કોફી સારી જોઈએ, મોલના આઝાદને ચા અને સિગરેટ વગર ન ચાલે, રાજેન્દ્રાબાબુને માખણવાળા ગરમ ફુલકા ભાવે અને ગોવિંદ વલ્લભ પંતને ઇસબગૂલના ડબ્બાની જરૂર પડે, આ બધી ઝીણી - ઝીણી બાબતોની સરદારને ખબર હોય. પોતે પાણીમાં રોટલો ચોળીને ખાતા પણ બીજા સાથીદારોના સ્વાદની કેવી દરકાર રાખતા !

‌     સાથીદારો સાથેની આત્મીયતા વધારવા માટે એના ગમા - અણગમાની ખબર હોવી જોઈએ. એવું કહેવાય છે કે હૃદયનો રસ્તો પેટમાં થઈને પસાર થાય છે મતલબ કે કોઈનું દિલ જીતવા માટે એને ભાવતું ભોજન પીરસવું જોઈએ અને આ માટે બહુ કંજુસાઈ ન કરવી.

Comments

Popular posts from this blog

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

રણબીર-આલિયા નાં લગ્નમાં કિન્નરોએ અધધધધ રૂપિયાની કરી માંગણી, કપુર પરિવાર માંગણી સ્વીકારીને આપી આંખો ફાટી જાય મોટી એટલી રકમ