આપણા લોકલાડીલા મંત્રીશ્રી અને પથદર્શક જયેશભાઈ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હૃદયથી દુઃખની લાગણી અનુભવું છું...

આપણા લોકલાડીલા મંત્રીશ્રી અને પથદર્શક જયેશભાઈ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હૃદયથી દુઃખની લાગણી અનુભવું છું...

પણ આજે એમના વિશે બે રોચક વાત કરવી છે...

વાત છે સરકારે મુકેલ કડક લોકડાઉનમાં સુરતમાં કોરોનાનો કહેર ફેલાતો જેતપુર જામકંડોરણા વિસ્તારના સુરત રહેતા લોકોની વહારે આવી 100 થી વધારે બસો અને સેંકડો ખાનગી વાહનો સાથે સેંકડો લોકોની વતન વાપસી કરાવી...કુદરતનો કરિશ્મા કહો તો એ અને લોકોની કાળજી કહો તો એ એમાંથી એકપણ વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ ના આવ્યો....

ત્યારે વિઠ્ઠલભાઈના શબ્દો યાદ આવે કોઈ કામ લગનથી કરો એટલે કુદરતને સાથે જ રહેવું પડે...

મૂળ વાત જે કરવી છે એ કે તે સમયે મેં મંત્રી સાહેબ સાથે બસોની વ્યવસ્થા દરમ્યાન વાત કરી હતી કે આપ સાહેબ સુરતથી આવતા લોકોની વ્યવસ્થા માટે સતત હાજર રહો છો ધ્યાન રાખશો ક્યાંક આપને તકલીફ ન પડે !!
ત્યારે એમને એવું જણાવ્યું કે કોરોનામાં ધ્યાન રાખવાનું જ છે પણ મારા માટે આપણા વિસ્તારમાં આમ લોકોથી મોટો કોરોના નથી...એ લોકો મહામારીમાં ચેનથી સુરત રહી શકતા ન હતા એટલે એમની ખેવના કરવી એ મારી ફરજ બને છે એમાં ક્યારેય પીછેહટ નહિ કરું...

બીજી વાત એ કે હળવાશ ની પળો મા મેં લાગણીસભર રમૂજ સાથે એક ટકોર કરી કે હવે કોરોના આસપાસ નજીક આવી ગયો છે આપ ખૂબ કાળજી રાખશો..ત્યારે એમને વાત પર એમને થોડું સ્મિત થઈ આવ્યું એ સ્મિત એટલું જરૂર જણાવતું હતું કે લોકો માટે એ પણ સ્વીકાર્ય છે... અને એમને સરસ જવાબ આપ્યો કે કોરોનામાં ધ્યાન રાખવું જ પડે પણ આપણે રાજકારણ અને સમાજસેવાનો ભેખ લઈને નિકળા છીએ અને આપને વર્ષોથી આ વિસ્તારના લોકો માટે કોઈપણ આપદામાં પીછેહટ કરી નથી અને આપના વિસ્તારના લોકોની સુખકારીમાં મારુ અને મારા પિતાશ્રીનું સુખ સમાયેલ હોય... 
એમને સેંકડો આમ લોકો મળવા આવે અને કોરોના અન્વયે પ્રાથમિક તકેદારી લોકોના હિત માટે રાખવા વિન્નતી કરાવતા પણ ક્યારેય લોકોને કોરોના અન્વયે કડક સૂચના ન આપવા જણાવ્યું હતું કેમ કે એ કહેતા કે જરૂરિયાતમંદ લોકો દૂરથી આવતા હોય, ખેડૂતો ખેતરથી આવતા હોય ક્યારેક તકેદારી ના પણ રહે એનો મતલબ એ નથી કે લોકો મને ના મળી શકે. આવા કપરા કાળમાં એકદિવસ કાર્યાલય કે મુલાકાત બંધ ન કરીને પોતે એવું જણાવ્યું કે લોકોના હિત માટે આપણે આ
હસતા મુખે સહન કરી લેવાનું પણ પાછી પાની કરવાની ક્યારેય થતી નથી.... 

આ બન્ને વાત પરથી સાચા લોકસેવક તરીકેની સાચી નિષ્ઠા અને શ્રદ્ધા આબે

Comments

Popular posts from this blog

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

રણબીર-આલિયા નાં લગ્નમાં કિન્નરોએ અધધધધ રૂપિયાની કરી માંગણી, કપુર પરિવાર માંગણી સ્વીકારીને આપી આંખો ફાટી જાય મોટી એટલી રકમ