લાફો
લાફો
આ કવિતા મેં શા માટે લખી છે એ સમજાવવાં માટે હળવાં એવાં વિચાર-મંથન પૂરતાં રહેશે. ઘણીવાર જીવનમાં એવું થતા જોયું હોય છે કે પ્રેમી યુવાં-યુવતીઓ વચ્ચે નાનકડી અમસ્તી બાબતને લઈને અબોલાં નોતરે એવાં ઝગડા થઇ જતાં હોય છે. અહીંની કવિતામાં દર્શાવેલાં પ્રેમીયુગલ વચ્ચેનો ઘટનાક્રમ ત્યારે જઈને અસ્તવ્યસ્ત થાય છે જયારે પ્રેમિકાનો પ્રેમી એનાં પ્રેમની હદ્દ પાર કરે છે. ચોક્કસપણે બધાં જ પ્રેમીયુગલો વચ્ચે કોઈ ને કોઈ પ્રકારની હદ્દ નક્કી થઇ હોય છે કે જે હદ્દ સુધી તેઓ પોતાનો પ્રેમ દર્શાવી શકતાં હોય છે. અહીં આ ઘેલો પ્રેમી એની પ્રેમિકાનાં સૌંદર્યને પામવા સારું થઈને એમણે નક્કી કરેલી હદ્દ પાર કરે છે ત્યારે પ્રેમિકા તરફથી એને ઠપકો મળતો જણાય છે. ત્યારે આ પ્રેમીને ભાન પડે છે કે એની આ યુક્તિનું કુતૂહલ એની પ્રેમિકા જાણી ચુકી છે.
ધુંઆપૂંઆ એ પ્રીત અમારી
કુતૂહલની છે હાંહાંકારી
મેળ વગરની યુક્તિ-પ્રયુક્તિ
જાણી બધું ગઈ લાફો મારી
જાણી બધું ગઈ એક લાફો મારી!
સંધ્યાટાણે હું નીકળતો
સંધ્યાટાણે હું નીકળતો, ને
વાતો કરતાં અમે આંખો રમાડી
કુતૂહલની છે હાંહાંકારી
જાણી બધું ગઈ એક લાફો મારી.
મક્કમ રહેશે મન આ મારું
મક્કમ રહેશે મન આ મારું
ભલે વાતો કરે આ દુનિયા સારી
કુતૂહલની છે હાંહાંકારી
જાણી બધું ગઈ એક લાફો મારી.
પ્રેમ-મિલનમાં ભૂલ્યો હું સમજણ
આવી ચડી આ કેવી તે અડચણ
વ્હાલી મારી પડી મુજને ભારી
વ્હાલી મારી પડી મુજને જ ભારી.
કુતૂહલની છે હાંહાંકારી
મેળ વગરની છે યુક્તિ આ મારી
જાણી ગઈ એ એક લાફો મારી
જાણી ગઈ એ એક લાફો મારી.
Comments
Post a Comment