“તો હું શું કહું છું, ચા પીએ અને ચાલુ કરીએ કાંઈક નવું.”
હું શું કહું છું…
આ ચાનાં ગલ્લે જઈને બેસો એટલે વાતવાતના અંકુર ફૂટે વાતો કરવાં માટે. હવે જગદિશકાકા અમારી કોલેજમાં ૨-૪ રાઉન્ડ દોડીને આવ્યા; કસરત કરવાનાં હેતુથી અને પછી એમણે સોમાભાઈની લારીએ ભજીયા ખાઈ લીધાં લીલા મરચાં જોડે, તો એમાં ખોટું શું છે? પણ આ તો ખાલી વાત છે; કે ચાનાં ગલ્લે બેસો એટલે આખાં ગામની પંચાત નીકળે. અને સમય તો લોકો જોડે છે જ ને. આપણે ક્યાં હવે કોઈ વડાપ્રધાન છીએ કે આપણે સમયની અછત વર્તાય.
તો હાં, આમાં મુદ્દો ઈ છે અત્યારે આ બધું લખવાનો, કે ભાઈ આપણે એક નવો વિભાગ ખોલીએ છીએ આપણાં ઓનલાઇન લેખમાં જેનું નામ રહેશે “હું શું કહું છું…”. આ આપણાં રોજબરોજની ચર્ચામાંથી નીકળી આવેલો એક નવીનતમ અવકાશ છે. તમે ધ્યાન દીધું હોય તો જોજો કે લોકો ઘણીવાર પોતાના મંતવ્યો પુરા પાડે એની પહેલા “હું શું કહું છું…” એવું ભૂલ્યા વિના બોલે છે. તો એને જ ધ્યાનમાં લઈને થોડું તર્ક-વિતર્ક, થોડું રમૂજ અને થોડું વ્યંગ હોય તો આ “હું શું કહું છું…” નો વિભાગ ખીલી ઉઠશે, નઈ?
“તો હું શું કહું છું, ચા પીએ અને ચાલુ કરીએ કાંઈક નવું.”
~ નિસર્ગ સોજીત્રા

(અડાજણ, સુરત. સ્ટાર બજારની પાછળ એલ.પી.સવાણી રોડ પર તંદુરી મટકા ચા માણતી વેળાં લેવામાં આવેલી તસ્વીર.)
Comments
Post a Comment