મોજડી ચોરીને સાળીઓએ રણબીર કપુર પાસે માંગ્યા ૧૧.૫ કરોડ, ભાવતાલ કરીને છેલ્લે આટલા રૂપિયા આપ્યા

 

     રણવીર કપુર અને આલિયા ભટ્ટનાં લગ્નની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તેની વચ્ચે મોજડી ચોરવાની વિધિ ચર્ચામાં છવાયેલી છે. મોજડી ચોરવાની વિધિ ઉપર સાળીઓએ પોતાના જીજાજી પાસેથી નાની મોટી રકમ નહીં, પરંતુ ૧૧.૫ કરોડ રૂપિયા માંગી લીધા હતા. નવા-નવા જીજાજી બનેલા રણબીર કપુર પહેલાં તો સાળીઓને જોઈને થોડા શરમાઈ ગયા. પરંતુ જ્યારે તેમની માંગણી સાંભળી તો તેમના હોશકોશ ઊડી ગયા હતા. ચાલો તમને જણાવીએ કે આખરે જીજા અને સાળી ની વચ્ચે મોજડી ચોરવાનો આ સોદો આખરે કેટલા રૂપિયામાં નક્કી થયો હતો.

બોલીવુડનાં સૌથી ચર્ચિત કપલ માંથી એક રણબીર અને આલિયાનાં વિતેલા દિવસોમાં ધામધુમથી લગ્ન થયાં છે. ફેન્સ લગ્ન બાદ તેમની એક ઝલક ની રાહ જોઈ રહ્યા હતા. આલિયા ભટ્ટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી લગ્નનાં થોડા સમય બાદ પોતાની અને રણવીરની તસ્વીરો પોતાના ફેન્સ સાથે શેર કરી દીધી હતી.

જણાવી દઈએ કે બંનેના લગ્ન ખુબ જ પ્રાઇવેટ રીતે થયા હતા અને તેમના લગ્નમાં અમુક લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે આ ચર્ચિત લગ્નના સમાચારો એક-એક કરીને બહાર આવી રહ્યા છે. તેવામાં એક સમાચાર રણવીર ની મોજડી ચોરવા સાથે જોડાયેલા છે. આ વિધિમાં રણબીર કપુર ની સાળીઓએ જે ડિમાન્ડ કરી હતી, તેને સાંભળીને કદાચ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આલિયા ભટ્ટની ગર્લ ગેંગ દ્વારા મોજડી વિધિ ને પુરી જવાબદારી થી પુર્ણ કરેલ અને અવસર જોતાની સાથે જ રણવીર કપુર ની મોજડી ગાયબ કરી દીધી હતી. રિપોર્ટનું માનવામાં આવે તો સાળીઓ એ મોજડી પરત કરવા માટે રણબીર કપુર પાસે ૧૧.૫ કરોડ રૂપિયાની ડિમાન્ડ રાખી હતી. સાળીઓની આ વાત સાંભળીને રણવીર કપુર ના હોશ ઉડી ગયા હતા. ખુબ જ ભાવતાલ થયાં. આ ભાવતાલ માં રણવીર કપુર ની મદદ માટે બીજા લોકો પણ આવ્યા. ત્યારબાદ રણબીર કપુરે પોતાની સાળી અને ફક્ત ૧ લાખ રૂપિયાનું કવર આપ્યું.

બન્નેનાં લગ્નમાં બંનેને મળેલી ગિફ્ટ પણ ચર્ચામાં રહી હતી. રણવીર કપુરની સાસુઓની રાજદાને રણબીર કપુરને ખાસ ઘડિયાળ ગિફ્ટ કરી હતી, જેની કિંમત અંદાજે ૨.૫ કરોડ રૂપિયા છે. લગ્નમાં આવનાર બધા મહેમાનોને આલિયા ભટ્ટ તરફથી કાશ્મિરી શાલ રિટર્ન ગિફ્ટ માં આપવામાં આવેલ.

Comments

Popular posts from this blog

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

*પ્રાથમિક શિક્ષણનું માધ્યમ : ગુજરાતી કે અંગ્રેજી ?*. *જય વસાવડા* #JV