આખા ભારતમાં ઢોસો ખવાય છે, પરંતુ ૯૯% લોકો તેને ખાવાની સાચી રીત નથી જાણતા, આ વ્યક્તિએ બતાવી ઢોસો ખાવાની સાચી રીત

 

ઢોસા અને ઇડલી ભારતીય વ્યંજનોમાં સૌથી વધારે ડિમાન્ડ વાળા વ્યંજન છે. સાઉથ ઇન્ડિયન વ્યંજન લગભગ દરેક ભારતીય રેસ્ટોરન્ટ મળે છે. ઢોસા નો આનંદ લેતા સમયે આપણે તેને હાથેથી ખાવાનું પસંદ કરીએ છીએ. કુરકુરા ઢોસા ની સાથે સ્વાદિષ્ટ બટેટાનું મિશ્રણ અને ત્યારબાદ ગરમ સાંભાર માં ડુબાડી ને ખાવાની મજા અલગ હોય છે. પરંતુ શું તમે તેને ખાવાની યોગ્ય રીત વિશે જાણો છો? જોકે ઘરે ઢોસા નો આનંદ લેવાની સૌથી યોગ્ય રીત હોઈ શકે છે, પરંતુ જ્યારે આપણે બહાર ભોજન કરીએ છીએ તો આપણે અમુક શિષ્ટાચાર નું પાલન કરવાનું હોય છે.

શું આ મસાલા ઢોસા ખાવાની યોગ્ય રીત છે?

એક ફુડ બ્લોગર દ્વારા હાલમાં જ મસાલા ઢોસા ખાવાની યોગ્ય રીત બતાવીને એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેવો આ વિડીયો લોકોએ ઇન્ટરનેટ ઉપર જોયો તો લોકો વિચારમાં પડી ગયા હતા. ફુડ સ્ટાઈલિસ્ટ અને બ્લોગર માનસી શિવ રાઠી દ્વારા હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઢોસો કઈ રીતે ખાઇ શકાય છે. જ્યારે યુઝરે આ વીડિયો જોયો તો અમુક લોકો સહમતી બતાવી રહ્યા હતા, તો અમુક લોકો આનાકાની કરવા લાગ્યા હતા.

વિડીયો જોયા બાદ લોકોના અમુક આવા રિએક્શન આવ્યા


અમુક લોકોએ વિડીયો જોઈને વિચાર્યું કે આ સૌથી સારો વિચાર છે અને તેઓ જ્યારે પણ હવે ઢોસાનો આનંદ લેશે તો આ રીત ટ્રાય જરૂરથી કરશે. વિડિયો જોવા વાળા યુઝર યોગ્ય રીત બતાવવા માટે બ્લોગર નો આભાર વ્યક્ત કરતા હતા. ઘણા લોકોએ મહેસુસ કર્યો કે તેનો કોઇ ફાયદો નથી. લોકોની વચ્ચે વિવાદ ઊભો કરનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને પાંચ લાખથી વધારે વખત જોવામાં આવેલ છે.

Comments

Popular posts from this blog

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

*પ્રાથમિક શિક્ષણનું માધ્યમ : ગુજરાતી કે અંગ્રેજી ?*. *જય વસાવડા* #JV