નાનકડી હતી બારી..
નાનકડી હતી બારી છટકવું પડ્યું ભારી, વિચાર તો હતો કે ચોઘડિયું જોઈ લઉ પણ ઘરે પાછા ફરે, એ સૌમાં હું ના હોઉં કારણ હતું એ જ, કે આજે તો આને કહું જ ગમે તેટલા ભડકો, પણ ગમો છો મને બહુ જ આશા તો હતી હે પ્રભુ ..મને જોશે તો ખરી ને આ નારી ! પરંતુ … પ્યારી એ સન્નારી, નીકળી માથાભારી ! ક્ષણભરનો થયો વિલંબ તે દેખાયો એનો પ્રેમી બે ઘડી તો લાગ્યું, થતો હું નથી ને વહેમી ? બેબાકળા થવું મંજૂર નહીં, પાછા ફરવું અઘરું છે હૃદય આજે ગંભીર છે, ત્યાં કાચાં પડવું અઘરું છે. બારીમાંથી જોયા કર્યું, કાલ્પનિક હતી એ બારી બારી પરથી પાછો ફર્યો ,ને ઉઘડી નવી બારી. ભલે ને… નાનકડી હતી બારી પણ છટકવું પડ્યું ભારી…