Posts

Showing posts from September, 2020

એક સારા સમાચાર છે આખરે * જામનગર આર્યુવેદ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી એક * કોવિડ 19....

Image
એક સારા સમાચાર છે આખરે * જામનગર આર્યુવેદ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી એક * કોવિડ 19 * માટેના ઘરેલું ઉપાયો શોધી કાઢ્યો ,  જેને ડબ્લ્યુએચઓ WHO એ પ્રથમ સ્થાને મંજૂરી આપી . તેણે સાબિત કર્યું કે * એક ચમચી કાળા મરી * નો પાવડર ભરીને , બે ચમચી મધ * થોડો * આદુનો રસ * જો સતત ૫ દિવસ સુધી લેવામાં આવે તો , કોરોનાની અસર ૧૧૦ % સુધી દૂર થઈ શકે છે . આખું વિશ્વ આ સારવાર લેવાનું શરૂ કરી રહ્યું છે.........  તેને તમારા બધા ગ્રુપમાં મોકલો ....... .🙏🙏

‘સ્ટોપ કોવિડ’ ટેસ્ટ, હવે ઘરે જાતે જ કરી શકાશે કોરોનાની તપાસ

Image
‘સ્ટોપ કોવિડ’ ટેસ્ટ, હવે ઘરે જાતે જ કરી શકાશે કોરોનાની તપાસ અમેરીકાની એમઆઇટીએ વિકસિત કરી નવી રેપિડ ટેસ્ટની પધ્ધતિ, માત્ર એક કલાકમાં જાણી શકાશે પરિણામ નવી દિલ્હી તા. 19 વિશ્વભરના વૈજ્ઞાનિકો હાલ કોરોનાની અસરકારક વેકિસનની શોધ કરવામાં વ્યસ્ત બન્યા છે. જયાં સુધી કોઇ વેકિસન ન મળે ત્યાં સુધી સંક્રમણ અટકાવવા માટે મહતમ ટેસ્ટિંગ જ એકમાત્ર વિકલ્પ છે. જેને ધ્યાને લઇને શોધકર્તાઓએ એક નવો રેપિડ ટેસ્ટ વિકસિત કર્યો છે. આ ટેસ્ટની મદદથી એકાદ કલાકની અંદર જ પરિણામ જાણી શકાય છે. અમેરીકાની ઇન્સ્ટિીટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) નાં શોધકર્તાઓનું કહેવું છે કે ‘સ્ટોપ કોવિડ’ નામના આ ટેસ્ટની કિંમત ઘણી વ્યાજબી હશે. જેનાથી લોકો જાતે જ ઘર બેઠા કોરોનાની તપાસ કરી શકશે. ‘ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીન’માં પ્રકાશિત અભ્યાસ અનુસાર આ નવો ટેસ્ટ 93 ટકા પોઝીટીવ કેસોની ઓળખ કરવામાં અસરકારક સાબિત થયો છે. આ ટેસ્ટ 402 દર્દીઓના સ્વેબના નમુના પર અજમાવવામાં આવ્યો હતો. શોધકર્તા હાલમાં લાળના નમુના સાથે ‘સ્ટોપ કોવિડ’ ટેસ્ટને તપાસી રહયા છે. આ પધ્ધતિથી ઘરે જ તપાસ કરવી સરળ બનશે. શોધકર્તાઓનું કહેવું છે કે ‘આ પરિસ્થિતિમા...

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયા દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ રૂ. ૫૧ લાખની ગ્રાન્ટ ફાળવણી

Image
અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયા દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ રૂ. ૫૧ લાખની ગ્રાન્ટ ફાળવણી હાલ સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે અમરેલી વિસ્તારના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ અમરેલીની આરોગ્ય વિભાગની વ્યવસ્થાને ધ્યાને લઇ વિવિધ જરૂરી સાધનો વિકસાવવા તેમજ અન્ય સેવાઓને વધુ સારી બનાવવા રૂ. ૫૧ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.અમરેલીની સિવિલ હોસ્પિટલમાં મલ્ટીપરા મોનિટર વિથ ઈ.ટી.સી.ઓ.ટી. ખરીદવા, કોવીડ-૧૯ અંતર્ગત ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર, ઇન્ફ્રારેડ થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટર, ક્રેશ કાર્ટ તેમજ હયૂમીડીફાયર જેવી સુવધાઓને વધુ સુઘડ બનાવવા સાંસદશ્રીએ ગ્રાન્ટ ની ફાળવણી કરી છે. આ ગ્રાન્ટની મદદથી અમરેલી જિલ્લાની આરોગ્યની સુવિધામાં મોટો ફેરફાર થવા પામશે. જરૂરી સાધનોની ખરીદી થવાથી અમરેલી જિલ્લાની આરોગ્યની સુવિધા વધુ સુઘડ બનશે.

*પ્રાથમિક શિક્ષણનું માધ્યમ : ગુજરાતી કે અંગ્રેજી ?*. *જય વસાવડા* #JV

Image
*પ્રાથમિક શિક્ષણનું માધ્યમ : ગુજરાતી કે અંગ્રેજી ?* ગુજરાતી અને અંગેજી માધ્યમની ચર્ચા જૂની હોવા છતાં જૂની થતી નથી. અનેક વાર મને આ બાબતે પૂછાયું છે, બોલ્યો ય છું. ઘણા વિદ્વાનો બોલ્યા છે. લેખોમાં તો ઘણી વાર આ મેં વિષય લીધો છે. હવે એ બાબતની ખુલ્લા દિલે કરેલી વાતો વિડીયોના સ્વરૂપે.  માત્ર મંચ ગજાવતી કે તાળીઓ પડાવતી વાતો કરવાને બદલે મુંબઈમાં ગુજરાતી વિચારમંચ સંસ્થાના મિત્રો નક્કર કામગીરી આ વર્ષોથી આ ક્ષેત્રે કરે છે. મહિનાઓ અગાઉ એમના તરફથી અશ્વિનભાઈનો કોલ આવેલો. અમારે ફોન પર જ ઘણી નિખાલસ વાતો થઈ. એ રીતે નંબર આપીને સરસ મિત્રો સાથે જોડવા માટે સુહ્યદ હર્ષલભાઈ પુષ્કર્ણાનો આભાર.  પણ કોરોનાને લીધે અમારે જે કાર્યક્રમ કરવાનો હતો એ રહી જ ગયો. અંતે હવે મિત્ર બની ગયેલા રાજેશભાઇ ચાવડાએ સરસ ગુણવત્તાનો વિડીયો ઉતારવાની નેમથી સામે ચાલીને રાજકોટ આવવાનું નક્કી કર્યું. પ્રિન્સિપાલ મિત્ર ભરતસિંહ પરમારની ઓફિસમાં શૂટિંગની વ્યવસ્થા થઈ ને અનાયાસ મિત્ર જતીનભાઈ મળ્યા, એ મીઠી મુલાકાત બાબતે હું લખી ચૂક્યો છું. ખૂબ સરસ અમારી એકધારી ચર્ચા ચાલી. વિડીયોગ્રાફી કરતા મિત્રો ય રાજી થતા હતા એ મેં જોયું. રાજ...

અક્ષરશઃ સુસાઈડ નોટ:સુરતમાં બિલ્ડરે જમીનના રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી યુવકે આપઘાત કર્યો

Image
અક્ષરશઃ સુસાઈડ નોટ: સુરતમાં બિલ્ડરે જમીનના રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી યુવકે આપઘાત કર્યો વ્યાજવાળા મારું ઘર પણ લઈ લેવા માગે છે, મારા ફોનમાં કોલ રેકોર્ડિંગ છેઃ આપઘાત કરનારની સુસાઈડ નોટ શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં 42 વર્ષીય યુવકે ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. તપાસ કરતા પોલીસને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં બિલ્ડરે રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. ઘટના શું હતી? શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં 42 વર્ષીય કિરીટ ધીરજ પટેલ પરિવાર સાથે રહેતો હતો. ગત રોજ કિરીટે પોતાના ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાધો હતો. પત્નીએ ઘરે આવીને જોયું તો કિરીટ લટકી રહ્યો હતો. તેણે પાડોશીઓને જાણ કરતા તેઓ આવી ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામુ કરીને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસને પરિવારજનોએ જણાવ્યું હતું કે, કિરીટે બે પાનાની સુસાઈડ નોટ લખી છે. લોકડાઉનમાં ધન્વતંરી રથમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા કિરીટભાઈ સ્ક...

કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ

Image
કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ, કૌભાંડ ભાજપની મહેરબાનીથી અનાજ માફિયાઓ બેફામ.. ન્યુઝ સોર્સ :- આજનું ગુજરાત સમાચાર

ગરબા કલાસીસનું અવનવું

Image
  ગરબા કલાસીસનું અવનવું “એલા એય નિશુડા, આ કુર્તા બુરતાં ક્યારે લેવા જવું છે?” નવરાત્રી આવવાને બે મહિનાની વાર છે અને આ અભલાને હખ નથી ક્યાંય. અભિનું ખાતું નવરાત્રીના બે-ત્રણ મહિના પેલા આવું જ થઇ જાય. તહેવાર ભલે ‘નવ’ રાત્રિનો હોય, ભાઈલાને એ નવ રાત્રીને બદલે નેવું રાત્રી પણ ઓછી પડે. જો કે નવરાત્રી તો મને પણ બહુ પ્રિય છે. નવરાત્રી આવે અને શહેરના વાતાવરણમાં કેવો સરસ મજાનો પલટો આવી જતો જણાય! શહેરના વિવિધ સ્થળોએ ચણિયાચોળી અને કેડિયું વેચવાવાળાંની ધમધોકાર ઉજાણી, દાંડિયા-રાસ માટેના દાંડિયા વેચવાવાળાં, ગરબાના કલાસવાળાં, આ બધા તો જાણે આખા વર્ષની કમાણી આ નવરાત્રીના તહેવારમાં જ કરી લેતા હોય એવું લાગે હો! એમાંય અમારું નવસારી તો ખાસ્સું એવું નાનું. નવસારી શહેર, એક છેડેથી બીજે છેડે પણ જવું હોય તો, વધેલા પેટ્રોલનાં ભાવની ચિંતા કાર્ય વિના તમે આંટા ઠોકી શકો એવું નાનું છે. નાનું શહેર છે પરંતુ ખુબ જ મીઠ્ઠું છે મારું નવસારી. હવે આ અભલા જોડે આવી જ રીતે આંટા ઠોકવાનું થયું એના કુર્તા માટે એટલે ના પાડવાની આવે જ નઈ ને. આંટા ઠોકવાના કંઈ કેટલાયે ફાયદાઓ છે. રખડવા મળે, ગલ્લે ચા પીવાનો લ્હાવો મળે, મીઠી મીઠી છ...

લાફો

Image
  લાફો આ કવિતા મેં શા માટે લખી છે એ સમજાવવાં માટે હળવાં એવાં વિચાર-મંથન પૂરતાં રહેશે. ઘણીવાર જીવનમાં એવું થતા જોયું હોય છે કે પ્રેમી યુવાં-યુવતીઓ વચ્ચે નાનકડી અમસ્તી બાબતને લઈને અબોલાં નોતરે એવાં ઝગડા થઇ જતાં હોય છે. અહીંની કવિતામાં દર્શાવેલાં પ્રેમીયુગલ વચ્ચેનો ઘટનાક્રમ ત્યારે જઈને અસ્તવ્યસ્ત થાય છે જયારે પ્રેમિકાનો પ્રેમી એનાં પ્રેમની હદ્દ પાર કરે છે.  ચોક્કસપણે બધાં જ પ્રેમીયુગલો વચ્ચે કોઈ ને કોઈ પ્રકારની હદ્દ નક્કી થઇ હોય છે કે જે હદ્દ સુધી તેઓ પોતાનો પ્રેમ દર્શાવી શકતાં હોય છે. અહીં આ ઘેલો પ્રેમી એની પ્રેમિકાનાં સૌંદર્યને પામવા સારું થઈને એમણે નક્કી કરેલી હદ્દ પાર કરે છે ત્યારે પ્રેમિકા તરફથી એને ઠપકો મળતો જણાય છે. ત્યારે આ પ્રેમીને ભાન પડે છે કે એની આ યુક્તિનું કુતૂહલ એની પ્રેમિકા જાણી ચુકી છે.   ધુંઆપૂંઆ એ પ્રીત અમારી કુતૂહલની છે હાંહાંકારી મેળ વગરની યુક્તિ-પ્રયુક્તિ જાણી બધું ગઈ લાફો મારી જાણી બધું ગઈ એક લાફો મારી! સંધ્યાટાણે હું નીકળતો સંધ્યાટાણે હું નીકળતો, ને વાતો કરતાં અમે આંખો રમાડી કુતૂહલની છે હાંહાંકારી જાણી બધું ગઈ એક લાફો મારી. મક્કમ રહેશે મન આ મારું મક્ક...

શોધું હું કમળ…

Image
  શોધું હું કમળ, ને મળે છે કાદવ, હર એક ક્ષણ કેમ વધે બસ આગળ? કલમ છે જૂની, છે અનુભવનો સાગર, મારાં અક્ષરનાં વાદળ, રહે કેમ છે પાછળ? ગતિ જો પકડે મારાં શબ્દોનાં વાદળ, જોઉં છું સામે, તો ઘટે છે કાગળ. શોધું હું કમળ, ને મળે છે કાદવ, હર એક ક્ષણ કેમ વધે બસ આગળ? કવિતા લખું હું, એ આજેય શરમાય છે, પ્રેમનાં મહેરામણ માં રહેજે તું પાછળ. ભમરાંનાં વર્તન મને આજેય પોષાય છે, પણ શોધું છું કમળ, ને મળે છે કાદવ. ગુલાબભર્યા બાગે મને કાંટાય પોષાય છે ભમરાંની તરસ, તમે જાણી છે આગળ? શોધું હું કમળ, મને મળ્યો આ કાદવ ઉઠ્યો જે ક્ષણ, ગયું સપનાનું વાદળ! (ડિસેમ્બર ૨૦૧૫ – મારાં દ્વારા ડેલહાઉસી ટ્રેકિંગ કેમ્પ દરમિયાન કેમેરામાં કેદ કરેલી એક પળ)

રોજ ઉઠી આ એક વિચાર…

Image
  આપણે બધાં એવી મોટી મોટી ફાટેલી નોટ છીએ કે કોઈ આપણાં પ્રત્યે જરાં અવળું બોલે તો સ્વાભિમાનને તરત આકરું લાગી આવે છે. એવામાં આ સ્વાભિમાનને ક્યારે પોસવો જોઈએ અને ક્યારે નહીં એનું ભાન ઘણા ઓછાં અને સમજું એવા લોકોને છે. ઘણીવાર તો નહિવત જેવાં બનાવને ૧-૧ ક્ષણે મગજમાં રાખીને આપણે આપણાં સંબંધોમાં એવી તે મોટી તિરાડોનું સર્જન કરીએ છીએ કે જેનાથી એમનું પડી ભાંગવું નક્કી હોય છે. એવામાં નમતું મૂકતાં આવડે તો જ દોરી સચવાઈ શકે. અહિયાં ૨ મિત્રો વચ્ચેની મિત્રતામાં પડેલી તિરાડને ઉદાહરણ તરીકે લઈને થોડી પંક્તિઓ લખી છે. જો અમલ કરી શકાય એવી લાગે તો જરૂરથી કરજો. કદાચ તમારા કોઈ સંબંધની તૂટવાં જઈ રહેલી દોરી ફરી એકવાર મજબૂત બની જાય.     “ રોજ ઉઠી આ એક વિચાર, કે વાત હું આજે કરી જોઉં ? વીતી ગયેલી વાત ભુલાવી માફ હું આજે કરી જોઉં…   મુદ્દો ક્યાં હતો એ મોટો જે આવી દલીલો કરીને બેઠો મારા ઉછળતાં સ્વાભિમાનને બાજુમાં થોડો મૂકી જોઉં ? રોજ ઉઠી આ એક વિચાર કે વાત હું આજે કરી જોઉં…   કળયુગના આ હાંહાંકારે લોકો પણ છે માથાંભારે જો નાનકડી જીદ આ હારું જૂનો સાથી પામી લઉં રોજ ઉઠી આ એક વિચાર કે વાત હું આજે કરી જોઉ...

નાનકડી હતી બારી..

  નાનકડી હતી બારી છટકવું પડ્યું ભારી, વિચાર તો હતો કે ચોઘડિયું જોઈ લઉ પણ ઘરે પાછા ફરે, એ સૌમાં હું ના હોઉં કારણ હતું એ જ, કે આજે તો આને કહું જ ગમે તેટલા ભડકો, પણ ગમો છો મને બહુ જ આશા તો હતી હે પ્રભુ ..મને જોશે તો ખરી ને આ નારી ! પરંતુ … પ્યારી એ સન્નારી, નીકળી માથાભારી ! ક્ષણભરનો થયો વિલંબ તે દેખાયો એનો પ્રેમી બે ઘડી તો લાગ્યું, થતો હું નથી ને વહેમી ? બેબાકળા થવું મંજૂર નહીં, પાછા ફરવું અઘરું છે હૃદય આજે ગંભીર છે, ત્યાં કાચાં પડવું અઘરું છે. બારીમાંથી જોયા કર્યું, કાલ્પનિક હતી એ બારી બારી પરથી પાછો ફર્યો ,ને ઉઘડી નવી બારી. ભલે ને… નાનકડી હતી બારી પણ છટકવું પડ્યું ભારી…

આવુંય તે ક્યારેક કરી જોયું છે ખરું? અમસ્તા જ !

Image
  આવુંય તે ક્યારેક કરી જોયું છે ખરું? અમસ્તા જ ! આમ જોવા જઇયે તો પુખ્ત ઉંમરમાં પ્રવેશવું એ બધા માટે ઘણો જ નવો અનુભવ હોય છે. છતાં મારાં સાડા વીસ વર્ષ થવાં એટલે માનસિક રીતે સંપૂર્ણપણે પુખ્ત તો નહિ પરંતુ આ દુનિયા કેવી રીતે ચાલે એનો આછો પાતળો પરિચય થવા લાગ્યો છે. કદાચ એનું મોટામાં મોટું કારણ તો ઉનાળાનો મદ્રાસનો અનુભવ છે, જે તમે જાણ્યું હશે મારા ગયા લેખમાં. ત્યાંથી આવ્યા બાદ ગુજરાતીને જીવી લેવાના જુવાળને શાંત કરવા 3-4 પુસ્તકો પણ વાંચી નાંખ્યા અને 3-4 બીજા લઇ આવ્યો છું. વસ્તુઓનો,લોકોનો,પરિસ્થિતિઓનો પરિચય તો સારો એવો થવા લાગ્યો છે ! ને કદાચ એટલે જ આટલું બધું લખવા માટે વિચારો મળી રહે છે. આજના સમયમાં આપણે એટલું તો કહી જ શકીયે કે વધતી જતી ટેક્નોલોજીના કારણે દુનિયા વધુ ને વધુ નજીક આવતી જાય છે. સોશ્યલ મીડિયાના છાનગપતીયામાં પરોવાઈ ગયેલી આજની યુવાપેઢીને ( એમાં હું પણ ! ) ટેક્નોલોજીએ એવા તે બાંધી રાખ્યા છે કે શું કહેવું ! પણ મને ઘણીવાર આ પરિસ્થિતિ મૃગજળના કાવતરાં જેવી લાગવા લાગે છે. નકામાં ગુડ મોર્નિંગ/ગુડ નાઈટનો નકામો દેખાવો કરવો ( એમાંય ઘણા તો ખાલી GM / GN વાળા જ ! ).  ને પા...

પાણીપુરી ખાવાની સ્પર્ધા !

Image
  આપણે અહીંયા ગુજરાતમાં ઘણી જગ્યાઓએ લાડું ખાવાની સ્પર્ધા યોજાય છે. જો સમાચાર જોતાં હોવ કે સામયીક વાંચતાં હોવ તો ખબર હશે આ બધું. ખાલી ફોનમાં ને ફોનમાં લાગી રહેશો તો બાજુની સોસાયટીવાળી રમીલાના લગ્ન પણ થઇ જશે અને એના જમણવારનું જમવાનુંયે રહી જશે. સામાન્ય રીતે આવી સ્પર્ધાઓમાં જીતવાવાળાં ૨૫-૩૦ લાડું ચટ કરી જતા હોય છે. એ તો એમના માટે સામાન્ય થયું, આપણે તો વધીવધીને ૪-૫ ના ખેલાડી. (મારાં પાતળાં શરીરનો થપ્પો ખાવો નહી. તમારાં ભાગના લાડવાં ખાવા માટે પણ સક્ષમ છું.) જામનગર, અમરેલી, રાજકોટ વિગેરે જિલ્લાઓમાં આવી સ્પર્ધાનું આયોજન થયું હોય એવું સમાચારમાં મેં સાંભળ્યું છે ખરું. અને હું તો કહું છું કે આવી નિયમિત સ્પર્ધાઓ યોજવી જ જોઈએ. બાકી આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવું હોય તો કંઈક પરાક્રમ તો બતાવવું જ પડે ને ! તેમ છતાં આ લાડું ખાવાનું તો સમજ્યાં. પણ પાણીપુરી ખાવાની સ્પર્ધા યોજાઈ હોય એવું સાંભળ્યું છે ખરું? મેં પણ નહોતું સાંભળ્યું. કેમ કે આવી સ્પર્ધા સામાન્યપણે લોકો પોતપોતાનાં ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ હોય ત્યારે કરતાં હોય છે. પરંતુ આ સ્પર્ધાનું કાંઈ ખાસ મહત્વ હોતું નથી. ભાઈ-બહેન અથવા તો મામા-મ...

કહું છું કે

Image
  મારી મીઠી ગુજરાતીનાં અઢળક સાહિત્યના ભંડારની વચ્ચે મારી આ નાનકડી એવી રચનાઓ રજુ કરતાં થોડો અચકાટ લાગતો જણાય છે. નિયમિતપણે લખાતી રચનાઓ અને વાર્તાઓ આ કાતિલ કળયુગના વાવાજોડામાં વિલીન થઇ જતાં જણાય છે.   મહત્વાકાંક્ષી માણસનું બિરુદ પામવા ખાતર ઔદ્યોગિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા પાછળ જંપલાવ્યા બાદ; આ મારી નાનકડી એવી મીઠી રચનાઓ માટેનો સમય જાણે પાણીની જેમ હાથમાંથી સરી રહેલો જણાય છે. એમાંય પાછું આજકાલ સંગીત માટેનું કંઈક નવું જ છે.ખુદનું ગિટાર લાવી દીધા પછી એમાંય અવનવા અખતરાં ચાલું હોય છે. એને શીખવામાં ભલે મહિનાઓ લાગી જાય, પરંતુ પોતાની જાતે રચેલી કવિતાઓ કે ગુજરાતી ગીતોને ખુદનું જ સંગીત આપવાનો વિચાર મનમાંથી પસાર થતાં એક અલગ જ પ્રકારની અનુભૂતિ થતી જણાય છે. નીચે લખેલી રચના એવી જ એક છે કે જેને લખ્યાં પછી એના ઉપર સંગીત રેડવાનો અખતરો ચાલું છે. એ ૧૦૧ અખતરાં કર્યા બાદનું સંગીત સાથેનું તાલમેલ જયારે મેળે આવશે ત્યારે જોવાશે. હાલ પૂરતી આ થોડી એવી પંક્તિઓ અહીં રહી :     કહું છું કે કહું છું કે તું આવી જા, રે જોવું છું હું તારી રાહ. છે સહિયારો મિલનનો પળ, ના આ પળને ગુમાવી જા …(૨) એ ...

મારી મીઠી ગુજરાતી પ્રત્યેનો મારો પ્રેમ

Image
  મારી મીઠી ગુજરાતી પ્રત્યેનો મારો પ્રેમ સમર ઓફ 2016 ના બે મહિના, મદ્રાસ જઈને રહેવાના કારણે થયેલાં અપરંપરાગત અનુભવોથી મારામાં છુપી રહેલો ગુજરાતી પ્રત્યેનો પ્રેમ હવે બહાર આવે છે. આ અનુભવોમાંથી પ્રેરણા લઈને મારી મીઠી ગુજરાતીમાં લખવાનું અને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવાનું આ પહેલું પગથિયું. વાત છે આ ગયાં ઉનાળાની જ ! બન્યું કંઈક એવું કે જુલાઈ 2016 થી મારાં ઈજનેરીનાં ભણતરનું છેલ્લું વર્ષ ચાલું થવાનું હતું. તો એ પહેલાનાં ઉનાળાનાં વેકેશનમાં કોઈક સારી  જગ્યાએ ટ્રેઇનિંગ કરવી એ આવશ્યક હતું. ને એમાં ભાગ્ય જુઓ મારું! આઇ.આઇ.ટી. મદ્રાસના સમર રિસર્ચના પ્રોગામમાં મેં અરજી કરી હતી એમાં મારું ચયન થયું. આવી નામચીન કોલેજમાં રીસર્ચ વર્ક કરવાં મળે એટલે ઘણી સારી તક. આ સમાચાર મળ્યાની સાથે જ ખુશીનાં તો પાર નહી. પરીક્ષાઓ સમાપ્ત થઈ ને હું ચેન્નાઈ માટે રવાના થયો.  ત્યાં પૂરાં બે મહિના કાઢવાનાં હતાં. આટલો સમય ઘરથી ક્યારેય અળગો ના રહ્યો હોવાથી આ મન ચંચળતા અને ઉત્સાહની સાથે સાથે થોડી અસમંજસ પણ લઈને બેઠું હતું.  આપણે રહ્યા થોડા વધુ પડતાં ઈમોશનલ માણસ !  મન ને વિચારે ચડતા બહુ વાર ના લાગે. ...

કોલેજ ઇલેક્શનનાં અવનવા છાનગપતીયા

Image
  કોલેજ ઇલેક્શનનાં અવનવા છાનગપતીયા “ભાઈ દેખ લેના થોડા. અપની તરફસે થોડા સંભાલ લેના.” આજકાલ મારી કોલેજમાં આ વાક્ય જાણે દરેકની ટેગલાઈન જેવી થઇ ગઈ છે. આ બધું તે આવનારી ચૂંટણીના કારણે છે. મગજનાં કબાટને ખોલીને જોવા પ્રયત્ન ના કરતા કે ‘આ ભાઈ વળી કઈ ચૂંટણી ટપકી પડી.’ તમારે કોઈને ક્યાંય વોટ આપવા જવાનું નથી. અને ખુશ પણ ના થશો કે રજા મળી જશે. ( નથી મળવાની !) આ ચૂંટણીટાણું અમારી કોલેજની ચૂંટણીનું છે. (વિધાનસભાની ચૂંટણી જેવી જ અસલ. તો આ લેખ જરા ગંભીરતાથી વાંચવો !) “ચૂંટણીયું એમ તો ઘણીયે કૉલેજુમાં થાય પણ અમારે ઈ એનએસયુઆઈ કે એબીવીપીવાળા નખરાં નઈ.” મારી જેવા જ એક કાઠીયાવાડીની વાતો સાંભળતાં સાંભળતાં મેં નોટિસ કર્યું. ભાઈ જબરદસ્ત ગેલછાથી કોલેજ અને એની વિશેષતાઓની માહિતી ફોન પર કોઈને આપતો હોય એમ લાગ્યું. એનાં વર્તન અને આજુબાજુનાં સાથીમિત્રો પરથી જાણ થઇ કે છોકરો ફર્સ્ટ યરનો છે. તો જ આવો ભારે ઉત્સાહ હોય ને બકા !! બાકી અમારી જેમ ચોથા વર્ષમાં આવીને ઉત્સાહનો ‘ઉ’ પણ જો દેખાય તો કહેવું!(?)  (આ મારા જેવા નવુંનવું લખવાનું ચાલું કરે એટલે મુખ્ય વાત પરથી ભટકતા વાર લાગતી નથી. ખરેખર!  એ બદલ માફ કરવા ...

તો મળીએ ભાઈ સાંજે, ગલ્લા પર !

Image
  તો મળીએ ભાઈ સાંજે, ગલ્લા પર ! ‘ગલ્લો’ શબ્દ સાંભળીને મગજમાં તમાકું, ગુટખા, પાન-માવા એવો વિચાર આવવો એ સ્વાભાવિક છે. લોકો પાનની પિચકારીઓ મારતાં હોય અને સિગારેટ ફૂંકતા હોય એવા દ્રશ્યો મનમાં ઉપસી આવે. પણ અહીંયા હું આ પ્રકારનાં ગલ્લાંની વાત નહિ પરંતુ ચા-કોફીની મજા આપનારાં ગલ્લાંની વાત કરું છું. હા ! એ વાત જુદી છે કે એની બાજુમાં જ આ પાન-માવા-ગુટખાની લારી છે, પણ મારે એની સાથે કંઈ ખાસ લેવાદેવા નથી. મારા માટે તો ગલ્લો એટલે ચા અને ત્યાંનું વાતાવરણ. લોકોને લોકોનું, ખાવાપીવાનું, મશીનોનું એમ અલગ અલગ ચીજ-વસ્તુઓનું એટેચમેન્ટ  (અર્થાત લાગણી કે પ્રેમ) હોય છે. મને એવી જ રીતે અમારી કોલેજની બહારની દીવાલને અડીને ગોઠવાયેલાં ગલ્લાં માટે ભારે લાગણી છે હો ! દિવસમાં એક વાર તો ગલ્લે જવું જ પડે. જરાયે ચાલે નહિ. ગલ્લે ના જાઉં એ દિવસે કોઈએ મોઢામાં ડૂચો નાખીને બેસાડી દીધા હોય એ પ્રકારનો મૂડ હોય છે.(ટૂંકમાં મજા જ ના આવે !!)  આખો દિવસ કોલેજમાં બેસીને, માંડ-માંડ ધ્યાન આપીને (હા ! સાચેમાં ધ્યાન આપીને ;આમ સવાલ ના કરશો કે સાચેમાં ધ્યાન આપે છે કે નહિ?! ) છેલ્લે થાકેલો હોઉં અને ખબર જ હોય કે હોસ્ટેલ જઈને ...